Wednesday, November 2, 2011

IIScમાં "ડાંડિયા ધમાલ "

'ગરબા' અને 'ડાંડિયા' એ આપણા ગુજરાતની અસ્મિતા છે. કેવળ ગુજરાતમાં જ નહિ, પરંતુ દેશભર તેમજ વિશ્વભરમાં આ ઉત્સવ ધૂમધામથી ઉજવાય છે. આ ઉત્સવનો લ્હાવો માણવા લોકો નવેનવ દિવસ આનંદભેર ગરબા ગાય છે અને રાસ રમે છે. IIScમાં પણ આ ઉત્સવ ૧૫મી ઓકટોબરે ઉલ્લાસભેર ઉજવાયો. મા અંબાની ભક્તિમાં લીન બનેલા IIScના નવયુવકો અને નવયુવતીઓએ ગરબાનાં અનેરા આનંદથી આચ્છાદિત થઇને કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધાં. ત્યારબાદ ડાંડિયાની સોનેરી મિજલસ જામી જ્યાં ડાંડિયાથી અજાણ્યાં લોકો પણ સમગ્ર માનવજાતિને એક જ સુત્રમાં પરોવતા આ તહેવારમાં જોડાયાં .
સાચે જ, ગુજરાતથી આટલા દૂર હોવા છતાં પણ ગુજરાતમાં જ હોવાનો અદ્ભુત અનુભવ મને મળ્યો.
જય જય ગરવી ગુજરાત!!                         

No comments:

Post a Comment