Monday, August 29, 2011

'IISc ગુજરાતી પરિવાર' દ્વારા બધાં નાવાગન્તુકો માટે freshers partyનું આયોજન

            શનિવારે ભારતીયવિજ્ઞાનસંસ્થાનમાં નવાગંતુકો માટે "Choksi Hall "માં freshers partyનું આયોજન કરવામાં આવ્યું. અમારા નાના છતાં વ્હાલા "ગુજરાતી પરિવાર"માં નવા લોકો જોડાયા તેની ખુશીમાં આ આનંદોત્સવની ઉલ્લાસભેર ઉજવણીના ભાગરૂપે અમે સૌ ગુજરાતી ભાઈઓ અને બહેનોએ સંગીત, નૃત્ય અને હળવી ટીખળ-મસ્તીથી આ કાર્યક્રમને એક યાદગાર સ્મૃતિ બનાવી દીધી. 
            કાર્યક્રમની શરૂઆત સંગીતખુરશીની રમતથી થઈ. નવાઈ પમાડે એવી આ શરૂઆતનો લ્હાવો તો કીન જુદો જ હતો. બધાં નવાગંતુકો જેમ જેમ રમતમાંથી બાહર થાય તેમ તેમ તેઓને પોતપોતાનો પરિચય આપવાનો હતો તેમજ પોતાના ચયન મુજબ કોઈ એક પ્રસ્તુતિ આપવાની હતી.મજાક મસ્તીના આ દોરમાં સમય કેમ વહી ગયો એની ખબર જ ન રહી. છેવટે અમે બધાં લોકોએ સાથે મળીને સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન લીધું. ખરેખર, આ કાર્યક્રમ હંમેશ માટે મારા સ્મૃતિપટ પર અંકિત થઈ  ચુક્યું છે(ખાસ કરી ને ત્યાંનું ભોજન!).  
  બધાં ગુજરાતીઓને મારી શુભકામનાઓ,
  પ્રણવ ગુપ્તા.

No comments:

Post a Comment